ઈશાન તો ખયાલોમાં જ ખોવાઈ જાય છે કે, આ હકીકત છે કે હું કોઈ સ્વપ્ન જોઈ રહ્યો છું પણ ત્યાં તો ડેડ શેમ્પેઈન હાથમાં લઈને ડાઈનીંગ ટેબલ ઉપર મૂકે છે અને મોમ ડેડ બંને એકસાથે ઈશાનને ભેટી પડે છે. મોમની આંખમાં તો હર્ષનાં આંસુ પણ આવી જાય છે અને બંને સાથે ઈશાનને કહે છે કે, " બેટા તું તને નહતો ઓળખતો ત્યારથી અમે તને ઓળખીએ છીએ અને તારી પસંદ નાપસંદ અમને ન ખબર હોય તેવું કઈરીતે બને બેટા..?? અને મોમ ડેડ અપેક્ષાને પણ પોતાના બાહુપાશમાં લઇ લે છે ચારેય જણાં જાણે એકબીજાને માટે જ બન્યા હોય તેવું આહલાદક દ્રશ્ય સર્જાય