ચમત્કારિક રૂદ્રાક્ષ - 2

  • 4.4k
  • 2
  • 2.2k

ચમત્કારિક રૂદ્રાક્ષ - ભાગ-૨ મેં ચાલવાનો પ્રયત્ન કર્યો પણ હું ચાલી તો શું ઉભો પણ રહી શકતો ન હતો. એટલે મને ગામના દવાખાને લઇ ગયા. ડોક્ટરે તપાસીને કહ્યું કે પગની પાનીમાં ફ્રેક્ચર હોય એવું લાગે છે. પાટો બાંધી આપું છું. થોડા દિવસ લાકડીના સહારે ચાલજો. એ પગ પર બહુ વજન ન આવવા દેતાં. મેં મારા સાહેબ વિશે ડોક્ટરને પૂછ્યું તો મને જાણવા મળ્યુ કે મારા સાહેબ ભાનમાં તો આવી ગયા છે પણ કંઇ ન સમજાય તેવું બોલ્યા કરે છે. ડોક્ટર મને મારા સાહેબ પાસે લઇ ગયાં. મેં સાહેબ સાથે વાતચીત કરવાની કોશિશ કરી પણ એ મને ઓળખી શકતા