દ્રૌપદી - 3

  • 4.8k
  • 1
  • 2.1k

અરે,આવો વ્યવહાર તો કોઈ જાનવરો સાથે પણ ન કરે.તો હું તો તેની ભાભી હતીને.તો પછી મારી સાથે આવો વ્યભિચાર કેમ? દુષ્ટ દુર્યોધને મને પોતાની દાસી બોલાવી અને ભરી સભામાં કહ્યું, " આવ દાસી દ્રૌપદી,મારી જંઘા પર બેસ.તારા સ્વામીનું મનોરંજન કર." અસભ્ય દુર્યોધને મારા પિતામહ ભીષ્મ,પિતા સમાન દ્રોણ,જ્યેષ્ટ સસુર ધૃતરાષ્ટ્ર,મહામંત્રી વિદુર અને મારા પાંચ આર્યોની સામે મને એ શબ્દો કહ્યાં. એ દુરાચારીએ દુશાસનને મારા વસ્ત્રો દુર કરવાનો આદેશ આપ્યો મૌન લોકોની એ સભામાં.ફરીથી તર્કો-વિતર્કો થયાં.પરંતુ એ દુષ્ટ દુર્યોધન કોઇનું ન માન્યો. મેં એક એક કરીને મારા આર્યો સામે જોયું.તેઓની આંખોમાં પણ મારી આંખોની જેમ ક્રોધની જ્વાળાઓ ભભૂકી રહી હતી પરંતુ તેઓ