આંગડિયાવાળો યમપુરીમાં

(15)
  • 3.7k
  • 1
  • 1.1k

જેવા યમરાજ સવારે યમપુરીમાં ડ્યુટી ઉપર પહોંચ્યા, ચિત્રગુપ્તે એક લિસ્ટ થમાવી દીધું. "આ શું છે!" આશ્ચર્ય સાથે યમરાજે ચિત્રગુપ્તને પુછ્યું. "મેં આ લિસ્ટ તમારા ડિપાર્ટમેન્ટને આપી હતી પણ તમારા યમદૂતો કામ પુર્ણ કરી શક્યા નથી. એક વ્યક્તિ બાકી રહી ગયો છે અને તમારા બધા દૂતોએ ના પાડી દીધી છે. કે તેને લેવા નહિ જાય. ડિપાર્ટમેન્ટના હેડ તરીકે તમારી જવાબદારી છે તેને લાવવાની." ચિત્રગુપ્તે હાથમાં રહેલી પોતાની પેનથી પીઠ ખંજવાળતા કહ્યું. પોતાનો ઈન્દ્રના દરબારમાં જઈને મેનકાનો ડાન્સ પ્રોગ્રામ પડી ભાંગતો બચાવવા યમરાજે દલીલ કરી, "તમને ભાન પડે છે આવાં ક્ષુલ્લક કારણ માટે મારા લેવલના માણસને નીચે મોકલવા માગો છો. ભાન