મમ્મી : આવું છું બહાર પણ....ધારા : પહેલા ચાલ....ધારા મમ્મી નો હાથ પકડીને તેમને રસોડામાંથી બહાર લાવે છે.ધારા : બેસ.તે મમ્મી ને પપ્પાની બાજુમાં બેસાડે છે.ધારા લિવિંગ રૂમમાં બધાને તે જોઈ શકે અને બધાને તે બરાબર દેખાય શકે એવી જગ્યા પર જઈ ઉભી રહે છે.યશ : શો શરૂ થઈ રહ્યો છે.તાળી પાડો બધા.તે પોતે તાળી પાડતા કહે છે.બધા હસતાં હસતાં તાળી પાડે છે.પરંપરા : ધરું, જમ્યા પછી વાત કરીએ ને....તે વાતને ટાળવાનો હજી એક પ્રયાસ કરે છે.પપ્પા : કરી લેવા દે ને.યશ : હા, અમે કયારના તૈયાર બેઠા છે.સ્મિત : પહેલા કે પછી બધુ સરખું જ છે ને.ધારા : એક્ઝેટલી.પરંપરા