તલાશ - 38

(67)
  • 5.4k
  • 2
  • 3.3k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમા આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.  67 આલબર્ટ સેન્ટ રોડના કોર્નર પર પબ્લિક પાર્ક ની બાજુમાં આવેલ એક 3 માળના રોમન શૈલીમાં બનાવેલ બિલ્ડિંગના મુખ્ય દરવાજા પર બોર્ડ હતું. 'NASA' યાને નિનાદ અગ્રવાલ સિક્યુરિટી સર્વિસ. એમાં ત્રીજે માળે આવેલા એક આલીશાન ચેમ્બરમાં માઈકલ કૈક વ્યગ્રતાથી બેઠો હતો. આજે સવારે 7 વાગ્યે મોટા બોસ સુમિત અગ્રવાલ નો ફોન આવ્યો અને એક અરજન્ટ કામ એને સોંપ્યું હતું. કે એક ઇન્ડિયન છોકરો કે જે ઓક્સફર્ડમાં ભણે છે એ ક્યાં રહે છે એ શોધી અને એ જ્યાં રહે છે ત્યાં એ નજરકેદ છે એને છોડાવીને ભારત પહોંચતો