મને ગમતો સાથી - 16 - ચોખવટ

  • 3.4k
  • 1.5k

પપ્પા : ઉભી રહે....જલ્દી જલ્દી ઘરે આવી કઈ પણ બોલ્યા, કર્યા વિના દાદર તરફ જતા ધારા ના પગ અટકી જાય છે.પપ્પા : હું લિવિંગ રૂમમાં જ બેઠો છું.સાંભળી ધારા મનમાં પોતાની જાતને ઠપકો આપે છે.પપ્પા : મારી તરફ ફર.ધારા પપ્પા સામે ફરે છે.મમ્મી : સાંભળો તમે....મમ્મી રસોડામાંથી બહાર આવે છે.પપ્પા : અમને વાત કરી લેવા દે.ત્યારે જ નીચેથી પાયલ, યશ અને કોયલ પણ ઉપર આવે છે.યશ : અરે....એ તો....માસા નો ચહેરો જોતા તે ચૂપ થઈ જાય છે અને ત્રણેય ઘરના દરવાજા પાસે જ ઉભા રહી જાય છે.ધારા સાથે ત્રણેય ની નજરો મળે છે.પપ્પા : ત્યાં નહી.મારી સામું જો.પપ્પા ઉભા થઈ