ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૨

  • 3.7k
  • 1.9k

ચાલો વાત કરીએ વૃંદાની ૧૯૮૭, નવેમ્બર ભારત-પાકિસ્તાન આયોજીત ક્રિકેટ વિશ્વ કપનો જુસ્સો સંપૂર્ણ ભારતમાં છવાયેલો હતો. ભારત સેમીફાઇનલ સુધી પહોંચી ચૂકેલ. ૦૫, નવેમ્બરના રોજ ઇંગ્લેન્ડ સામે બોમ્બેમાં સેમીફાઇનલ રમાવાની હતી. જે દિવસ હતો દેવદીવાળીનો-એટલે કે કારતક સુદ પૂનમ. ભારત ૨૧૯ રનમાં જ ખખડી ગયેલ, અને સેમીફાઇનલ હાથમાંથી સરકી ગઈ હતી. પ્રત્યેક ભારતવાસી ઉદાસ હતો. યજમાન હોવા છતાં, આપણા ઘરઆંગણે હાર મળેલ, તે વાત માનસપટલ પર કોતરાઇ ગયેલી. ક્રિકેટનો સૌથી વધુ આઘાત-પ્રત્યાઘાત ગુજરાતમાં પહેલેથી જ વધુ હતો. આથી જ ગુજરાત વધુ નિરાશ હતું. સાથે સાથે હેમંત ઋતુનો ગુજરાત પર પ્રભાવ જામી ચૂક્યો હતો. પ્રજામાં ઉદાસીનતા અને ગુસ્સો એક સાથે