ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧

  • 5.7k
  • 2.5k

અમદાવાદ, સરખેજ-ગાંધીનગર હાઇવે પર વાઇડ એંગલ સિનેમાની નજીકમાં જ વિસામો ખાતી નોવોટેલ હોટલ હતી. ચમચમતો સૂરજ બરોબર માથા પર આવી ચૂકેલો. હોટેલનો પ્રવેશદ્વાર પારદર્શક કાચનો બનેલો હતો. દાખલ થતાં જ બરોબર આંખોની સામે જ રિસેપ્શન કાઉન્ટર નજરે પડતું, જમણી તરફ ટેબલ ગોઠવેલા હતા, જેની પ્રદક્ષિણાનો માર્ગ ખુરશીઓ તેમજ સોફા દ્વારા રોકાયેલો હતો. ખુરશીઓ, ટેબલ, અને સોફાને સજાવવા માટે આછા કથ્થાઇ રંગથી શરૂ કરી ઘેરા કથ્થાઇ રંગનો ઉપયોગ કરવામાં આવેલો. કોફી બનાવવા માટેનું મશીન પણ ગોઠવેલ હતું. જ્યારે ડાબી તરફ પ્રતિક્ષા વિસ્તાર હતો. હોટલમાં રૂમ નોંધાવનારે, ઇચ્છિત રૂમ મળે નહિ ત્યાં સુધી આ જ વિસ્તારમાં પ્રતિક્ષા કરવાની રહેતી. તે વિસ્તારને