પ્રેમ - નફરત - ૯

(48)
  • 7.7k
  • 5
  • 5.6k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૯આરવને થયું કે તેની શંકા ખોટી પડી છે. રચનાને 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપની સાથે કોઇ લેવાદેવા નથી. તેના નામની વિચારણા થઇ શકે એમ છે. બલ્કે એના નામ પર મહોર મારી શકાય એમ છે. પછી ખ્યાલ આવ્યો કે આઇ.ટી. ની જગ્યાની પસંદગી પિતા લખમલભાઇ જ કરવાના હતા. એને તો ફક્ત ઇન્ટરવ્યુ લેવાનું કામ સોંપવામાં આવ્યું હતું. એમણે મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પરંતુ મારી ફરજ બને છે કે એમને યોગ્ય ઉમેદવારોની યાદી સોંપું. હા, રચના માટે મારી અંગત ભલામણ કરી શકું છું! એમને એમ તો નહીં થાય ને કે આ છોકરીએ કોઇ જાદૂ તો કર્યો નહીં હોય