કોણ..માં??

  • 2.7k
  • 1
  • 910

"મીરા....ઓ મીર...આ કોણ જાણે ક્યાં ગઈ આ છોકરી"ઋષિતા પોતાની તેર વર્ષ ની દીકરી ની બૂમ પાડી રહી હતી. મીરા ઋષિતા અને રજત ની મોટી દીકરી,અને એથી નાનો એક દીકરો મિત.નાનું અને સુખી કુટુંબ એટલે આમ તો ઘર માં બધા સાથે જ રહે,રજત ના મમ્મી પપ્પા ભાઈ ભાભી અને ભત્રીજા ભત્રીજી.એક છત નીચે દસ લોકો નો પરિવાર. ઋષિતા અને રજત સારું ભણેલા,એટલે પોતાના બાળકો ને પણ સારું શિક્ષણ આપવાની ભાવના,અને સાથે સારા સંસ્કાર પણ આપતા.ઋષિતા ભણેલી અને પૈસાદાર કુટુંબ માંથી આવી હોવા છતાં તેને કોઈ જાતનું અભિમાન કે આડંબર નહિ.તેની જેઠાણી અને સાસુનું માન જાળવતી અને બધા સાથે હળીમળી