ભરતી અને ઓટ

  • 3.4k
  • 1
  • 883

આજે ફરીથી સ્નેહાએ દરિયાકિનારે આવીને બેસવાની જીદ કરી હતી અને મિહિર તેને લઈને પણ આવ્યો હતો. તે જાણતો હતો કે દરિયા સાથે સ્નેહાની ઘણીબધી યાદો જકડાયેલી છે. પરંતુ હવે તે સ્નેહાને ભૂતકાળનો પીછો છોડાવીને પોતાની બનાવવા માંગતો હતો અને સ્નેહાને ખુશ જોવા માંગતો હતો. પોતાની સામે હસતી ખેલતી સ્નેહાને આટલી બધી ગમગીન અને ઉદાસ જોઈને મિહિર અકળાઈ જતો હતો. તેને એ નહતું સમજાતું કે સ્નેહાને વર્તમાન તરફ પાછી વાળવા માટે મારે શું કરવું જોઈએ. દરિયાનાં મોજા જેમ જેમ કિનારે અથડાઈને અથડાઈને પાછા વળી જતાં હતાં તેમ તેમ સ્નેહાના મનનાં વિચારો પણ તેનાં માનસપટને અથડાઈને પાછા વળી જતાં હતાં અને વળી