`` અરે પણ એમાં મારો શું વાંક? " જીનલ પોતાની માતા આગળ આજીજી કરતા બોલી. ``વાંક તો બસ એટલો જ કે બેટા તું એક સ્ત્રી છો.હવૅ વધુ લવારો નાં કરીશ માંડ માંડ પેલા કપિલાબેનને મનાવ્યા છે. એ ફરી જશે તો કોણ જાલશે તારો હાથ!" ``તું કંઈ પણ ક્હે મમ્મી હું એ કપિલા માસીના છોકરા સાથે પરણવાની નથી!" ``ચૂપ કર છોકરી આજુબાજુનાં ગામમાં ધજાગરા થયા છે. કોઈ પણ ખાનદાની છોકરો તારી સાથે પરણવા તૈયાર નહીં થાય.!" ``તો ન પરણે! હું કોઈ માટે મરી નથી જતી. અને તું જે સમાજની વાતો કરે છે. તો એ ત્યારે ક્યાં હતી જયારે મારી આબરૂ લેવાતી