કેલિફોર્નિયામાં આવેલા લોસ એન્જલસ શહેરની આ વાત છે. ડેવિડ અને સાયના બંને એક જ કંપનીમાં સાથે જ કામ કરતા હતા. બંનેને વારંવાર એકબીજાની સાથે મળવાનું થતું અને મૈત્રી થઈ આ મૈત્રી ધીમે ધીમે પ્રેમમાં પરિણમી અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્નના એક વર્ષ બાદ સાયનાએ એક ખૂબજ સુંદર દીકરીને જન્મ આપ્યો.ડેવિડ અને સાયના દીકરીના આગમનથી ખૂબજ ખુશ હતાં.ડેવિડે તેનું નામ પ્રિન્સી પાડ્યું. બંને સાથે મળીને તેની ખૂબ પ્રેમ પૂર્વક પરવરીશ કરતાં. ચાહવા છતાં પણ સાયનાની કૂખે બીજું સંતાન જન્મ્યું નહીંં તેથી પ્રિન્સી એક જ તેમના માટે વ્હાલનો દરિયો બની રહી. પ્રિન્સી દેખાવમાં ખૂબજ રૂપાળી અને ભણવામાં ધાર્યા કરતાં તેની