કોરોના કાળ પછીનાં સમયમાં લોકો ને સરકાર બંને ખૂબ સાવચેતી વર્તી રહ્યા છે. કોરોના પોઝિટિવ કેસ ઓછાં થતાં થતાં ઝીરો પર આવી ગયાં. રસિકરણની ઝુંબેશ ખૂબ જોરદાર ચાલી એટલે કોરોના સામે ઘણી સુરક્ષા વધી.લોકો પહેલાં તો રસીથી દૂર ભાગી રહ્યાં હતાં. તેનું કારણ ખોટી અફવાઓ અને અંધશ્રદ્ધા હતી.મોડે મોડે પણ લગભગ લોકોએ રસી મુકાવી દીધી. ખૂબ સારી વાત છે. આવાં સમયમાં સરકારે મોટાં ધોરણનાં બાળકોને શાળાએ બોલાવવાનો આદેશ કર્યો. શાળાઓ ધીમે ધીમે સાવધાની વર્તી ચાલુ થવા લાગી.ત્યાર પછી પ્રાથમિક શાળામાં પણ ૬ થી ૮ ધોરણનાં બાળકોને ૫૦ ટકા પ્રમાણે બોલાવવા લાગ્યાં.