ગુમનામ - રિવ્યૂ

  • 4.5k
  • 2
  • 1.6k

ફિલ્મ : ગુમનામ – રિવ્યૂફિલ્મ : ગુમનામ ભાષા : હિન્દી રીલીઝ : ૨૪ ડીસેમ્બર ૧૯૬૫નિર્દેશક : રાજા નવાથે કલાકાર : નંદા, મનોજકુમાર, મેહમુદ, મદન પુરી, ધુમાળ, તરુણ બોસ, મનમોહન, હેલેન અને પ્રાણ ૧૯૬૫ ની આ મ્યુઝીકલ થ્રીલર અગાથા ક્રિસ્ટીની નવલકથા ‘એન્ડ ધેન ધેર વેર નન’ ના આધારે બનાવવામાં આવી હતી. ૧૯૨૪ માં રત્નાગિરીમાં જન્મેલા રાજા નવાથેએ ફિલ્મ કારકિર્દીની શરૂઆત સહાયક નિર્દેશક તરીકે કરી અને તેમણે રાજ કપૂરના સહાયક તરીકે આગ, બરસાત અને આવારા કામ કર્યું. તેમના કામથી ખુશ થઈને રાજ કપૂરે ‘આહ’ નું સ્વતંત્ર નિર્દેશન તેમના હાથમાં સોંપ્યું. ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર જોઈએ એવી સફળ ન થઇ, પણ તે ફિલ્મના શંકર-જયકિશનના સંગીતે બહુ