છંદ રચના - છંદ પ્રકાર ઝુલણા

  • 6.2k
  • 1
  • 2.6k

છંદ પ્રકાર ઝુલણા પૂર્વપશ્ચિમતણા ભેદને પારખી સૌ યુવાનો સદા,પાવ માંડો. સાર અણસારને ચાળજો ચારણે મૂળનવ છાંડજો,ડાળ છાંડો. ભૌતિકી ક્ષેત્રની ઉન્નતી ભાળિને અનુસરણ એહનું,લાભ દેશે. વિશ્વ અજવાળવા વિવેકાનંદ કે પૂર્વથી પશ્ચિમી,બોધ લેશે.(૧) આકરા તપકરી મંત્રદ્રષ્ટા થયા ઋણ ઋષિરાજના,શીશ માથે ભુલી સદભાવના કૃતઘ્નિ નવબનો પાવપાછા ધરો,સત્ય પાથે ગાય ગીતા અને ગંગવારી ગ્રહી વેદને શાસ્ત્રની,વાત રેશે વિશ્વ અજવાળવા વિવેકાનંદ કે પૂર્વથી પશ્ચિમી,બોધ લેશે.(૨) સુરાલયમાં જવું ક્લબ દી કાઢવો અવગુણો ઈ બધાં,ત્યાજ્ય માનો શોધખોળો કરી સબળ સાહસકરે સદગુણો એમના,ઊર આણો માતૃભૂમી તજી દેશ દુનિયા ફરે લાંચરુસવત થકી,દૂર રેશે વિશ્વ અજવાળવા વિવેકાનંદ કે પૂર્વથી પશ્ચિમી,બોધ લેશે.(૩) શ્રેયને પ્રેય બૈ સાથ સંભાળવું કેન્દ્રમાં ઇષ્ટનું,ધ્યાન ધારી વેદપૂરાણના