પ્રાયશ્ચિત પ્રકરણ 38બીજા દિવસે સવારથી જ દર્શનાર્થીઓની ભીડ હતી. અઠવાડિયા પહેલાથી જ શતચંડી યજ્ઞની જાહેરાત કરી હતી. ખરો મહાયજ્ઞ તો આજે જ હતો. આજે પણ સવારે ૯ વાગ્યાથી કેતનનો પરિવાર હોલ ઉપર હાજર થઈ ગયો હતો. આચાર્ય કપિલભાઈ શાસ્ત્રી અને ૧૦ બાકીના પંડિતો પણ આવી ગયા હતા. આજે ૪૯ પાઠ થવાના હતા અને તે પછી ૧૦ હોમાત્મક ચંડીપાઠ થવાના હતા. શાસ્ત્રીજીએ તમામ યજમાનોને તિલક કરીને આજે ફરીથી વેદોક્ત મંત્રોથી સંકલ્પ કરાવ્યો. એ પછી આજે ફરીથી ગણેશજીનું પૂજન, કુળદેવીનું પૂજન, ૬૪ યોગીનીઓનું પૂજન, શક્તિપીઠનું પૂજન, યંત્ર પૂજન, ભય નિવારણ માટે ભૈરવજીનું પૂજન અને શિવજીનું પૂજન શાસ્ત્રીજીએ કરાવ્યું. પાંચ થી દસ વર્ષ વચ્ચેની કુલ ૨૭