તલાશ - 34

(76)
  • 5.4k
  • 3
  • 3.4k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમા આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. જે વખતે અનોપચંદ સુરેન્દ્રસિંહને પોતાની સરદાર વલ્લભભાઈ સાથેની મુલાકાત વિશે કહી રહ્યો હતો એ વખતે નાઝનીન ગુલાબચંદ ગુપ્તાના ઘરે પહોંચી હતી ગુલાબચંદ એની જ રાહ જોઈને બેઠો હતો એને વેપારના સિલસિલામાં ઓફિસ પહોંચવાની જલ્દી હતી. પણ નાઝે એને તાકીદ કરી હતી કે હું ન આવું ત્યાં સુધી ઘરની બહાર પગ ન મુકતા એટલે એ કરોડોપતિ એક અદની પાકિસ્તાની જાસૂસ જે એની ભત્રીજી બનીને એના ઘરમાં ભરાઈ હતી એનો હુકમ માનીને ઘરમાં જ બેઠો હતો. . "બધું સેટ કરી રાખ્યું છે ને? આવતા વેંત કંઈક તીખા સ્વરે નાઝ