પ્રકરણ - ૫૨/બાવન ગતાંકમાં વાંચ્યું.... કમરપટ્ટો મેળવવાની જાણે હોડ જામી છે. ઉતાવળા થઈ ઉંબરો કોતરી કમરપટ્ટો પોતાના હાથવગો કરવાની લાયમાં મનીષ ઇજાગ્રસ્ત બની પાછો ફરે છે અને માયા બેહોશ થઈ ઢળી પડે છે. રતન અને રાજીવ બાર વાગવાની રાહ જોતા અને તીરોના મારાથી પોતાને કેવી રીતે બચાવવા એનો ઉપાય શોધવા મથી રહ્યા છે.... હવે આગળ.... "હા રાજીવ.... હવે જો, આ બારસાખમાંથી તીર ત્યારે જ છૂટે છે જ્યારે આપણે ઉંબરા પર કોઈ ધારદાર વસ્તુથી કોતરીએ અને એ પણ બારસાખની નીચેની બાજુએથી જ તીર એકસામટા આવી ચડે છે. જો આપણે તીરને રોકી શકીએ તો આપણા માટે અડધી જંગ જીતી જવા જેવું થાય.