લોસ્ટ - 52

(27)
  • 3.9k
  • 2
  • 1.7k

પ્રકરણ ૫૨"રાવિકા ક્યાં છે માનસા?" કુંદર અચાનક કેરિનની આગળ આવીને માનસા સામે ઉભો રહી ગયો હતો.મિથિલાની યોજના મુજબ કેરિન ગુફામાં જઈને માનસા અને ત્રિસ્તાનું ધ્યાન તેની તરફ દોરી રાખવાનો હતો અને એટલા સમયમાં મિથિલા, મેહુલ અને જીયા બન્ને બાળકોને ગુફામાંથી બહાર લઇ જવાનાં હતાં.કેરિન તેની યોજના પુરી પાડવાને આરે હતો, તેં રાવિકા અને રાધિકા ક્યાં ગઈ છે એ જોવા આવી રહ્યો છે એવો ડોળ કરીને ગુફામાં જઈ રહ્યો હતો પણ અચાનક તેની આગળ એક ભયાનક પડછંદ પુરુષ પ્રગટ થયો હતો."રાવી? તું... તું તો રાધિકા સાથે હતો ને? તું અહીં કેમ આવ્યો, તારે તો રાધિકા સાથે હોવું જોઈતું હતું ને?" માનસા