પ્રકરણ ૫૧"મને માફ કરી દે રાવિ, હું આપણા બાળકોનું ધ્યાન ન રાખી શકી." રાધિકાએ હાથ જોડીને રાવિકાની માફી માંગી.મિથિલાનો ફોન આવતાંજ રાવિકા પરિવારમાંથી કોઈને કંઈજ કીધા વગર દોડી આવી હતી. માનસાએ છોડેલી ચિઠ્ઠી વાંચીને રાવિકાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.રાધિકાના હાથ પકડીને તેં બોલી,"તારો કોઈ વાંક નથી રાધિ, તું ડર મત. હું છું તારી સાથે, આપણે બેય છીએ એકબીજા સાથે અને આપણે આપણા બાળકોને કંઈજ નઈ થવા દઈએ.""ચાલ, આપણે આપણા બાળકોને લઇ આવીએ." રાધિકાએ રાવિકાનો હાથ પકડ્યો."હું પણ આવીશ." મેહુલએ રાધિકાનો હાથ પકડ્યો."અને અમે પણ." કેરિન, મિથિલા અને જીયાએ રાવિકાનો હાથ પકડ્યો."હા..." રાવિકા આંખો બંધ કરવા જતી હતી ત્યાંજ