એક પૂનમની રાત - પ્રકરણ-60

(120)
  • 7.4k
  • 3
  • 4.8k

એક પૂનમની રાત પ્રકરણ-60 મિલીંદનાં પાપા ભવાનસિંહ સિધ્ધાર્થને ખાસ મળવા માટે આવ્યાં હતાં. એમને મીલીંદનાં કેસની જાણકારી પણ મેળવવી હતી અને સિધ્ધાર્થને પણ અત્યારે મોકો મળ્યો હતો કે એ ભવાનસિહનાં ઘરની અંદરની વાતો જાણી શકે અને હવે એ રીતે પ્રશ્નોની જાળ બીછાવવી ચાલુ કરી હતી. સિધ્ધાર્થને એવું ફીલ થયું કે ભવાનસિંહ પિતા તરીકે ખૂબ દુઃખી છે એકનો એક પુત્રનું એ પણ જુવાન જોધનું મૃત્યુ થયું છે એમને કેવી રીતે સાંત્વના આપી શકાય એનાં અંગે એ વિચારી રહ્યો. સિધ્ધાર્થે ભવાનસિંહને પૂછ્યું તમે મુંબઇ એકલાંજ રહો છો ? તમારી જોબ કસ્ટમમાં છે ને ? તમે બદલી શા માટે નથી કરાવી લેતા ? અથવા