મંદાકિની

(12)
  • 2.4k
  • 2
  • 972

વરસાદની ઋતુમાં પહાડોની વચ્ચેથી ખળ ખળ વહેતું પાણી...સ્વર્ગને પણ ભુલાવી દે તેવી તેની સુંદરતા અને મનને લોભાવે તેવી અનેરી ઠંડક અને અદભૂત શાંતિનો અનુભવ કરાવી દે તેવી આ પ્રશંસનીય જગ્યા હતી. રાજા ધરમસિંહ અને પત્ની કલ્યાણીદેવી આ નગરના રાજા અને રાણી હતા. ધર્મ પરાયણ રાજા ધરમસિંહના નામ ઉપરથી જ આ નગરનું નામ "ધરમપુર" પાડવામાં આવ્યું હતું.સુંદર રમણીય નજારો ધરાવતું આ એક સુંદર નગર "ધરમપુર" પોતાની એક અલગ જ આભા ધરાવતું હતું. રાજા ધરમસિંહને એકનો એક દિકરો મહોબતસિંહ દેખાવે 5.5ની ઉંચાઈ ધરાવતો રુષ્ટ-પુષ્ટ કસાયેલું શરીર, દેખાવે ખૂબજ રૂપાળો, સ્વભાવે થોડો ગરમ અને ભરજુવાની એટલે ગરમ તપતું લોહી..કોઈની પણ ઉપર એકાએક ગરમ થઈ