સંત ધીરે સમુદ્ર તરફ આગળ વધ્યા અને સમુદ્ર ની અંદર થોડે દૂર જઈને તેઓ તળીયે પહોંચ્યા. ત્યાં પહોંચી ને તેમણે પોતાનું આસન લીધું અને એક સાદ કર્યો.. હે.. માછલીઓ આપ મારા થી ડરશો નહિ હું તમને કોઈ હાની પહોંચાડીશ નહિ. હવે તમારે સમૂદ્ર કિનારે મંત્રો સાંભળવા આવવું ન પડે તે માટે હું અહી તમારી પાસે તપસ્યા કરવા આવ્યો છું. બધી માછલીઓ આવો અને મંત્રો નું પઠન કરો. આટલું કહી સંત ત્યાં બેસીને મંત્રો નું પઠન કરવા લાગ્યા. અને ધીરે ધીરે અમે બધી માછલીઓ સંત ની પાસે જઈને તેમના મુખે નીકળતા મંત્રો સાંભળવા લાગ્યા. ધીરે તપસ્યા ના કારણે અહી એક સુવર્ણ મહેલ