બદલો - (ભાગ 26)

(30)
  • 4.2k
  • 1
  • 2k

આ ઘટનાને સાત મહિના થવા આવ્યા હતા...ધીમે ધીમે નીયા અને બાકી બધા ઘટનાને ભૂલી રહ્યા હતા...સ્નેહા ની ગેરહાજરી નીયા ને ક્યારેક રડાવી જતી હતી... પરંતુ એ જે કામ માટે અહીં આવી હતી એ કામ એને ક્યારેક હિંમત અપાવતું હતું....સ્નેહા અને નીયા બંને જે કામથી આવ્યા હતા હવે એ કામ નીયા ને એકલીને પૂરું કરવાનું હતું....એટલા સમય સુધી એણે કોઈને ખાતરી પણ થવા દીધી ન હતી કે એ અહી શું કરવા આવી હતી...અભી અને નિખિલ બંને ઓફિસ સાથે જતા હતા...શીલા તો જાણે નિખિલ ના એક તમાચા થી સુધરી જ ગઈ હતી...ઘર ની કામવાળી ગૌરી પણ એના ગામથી પાછી ફરી ન હતી....એ