તું પુરબ મેં પશ્ચિમ - કલકત્તા પ્રવાસ - 2

  • 3k
  • 1
  • 1.3k

2.શ્રી. અનુપમ બુચ દ્વારા લખેલ પ્રવાસ વર્ણન તેમના શબ્દો માંતૂ પૂરબ, મૈં પશ્ચિમ! (ભાગ-૨)©અમારી યાત્રા આગળ ચાલી. અટકવાનું મન ન થાય એ જ યાત્રા સાચી. એક પછી એક સામે આવતી શાહી ઈમારતો કંઈ ને કંઈ બોલતી'તી. અમે સ્થાપત્યકલાનું વૈવિધ્ય, બાંધકામની શૈલી, એક એક ઈમારતનું અપ્રતિમ સૌંદર્ય અને ખાસિયતો સમજવામાં મશગુલ હતાં. કેટલીક મહત્વની અને મૂલ્યવાન ઈમારતો નજીકથી નિહાળવાનો લાભ લીધો અને ફોટાઓ પણ પાડી શક્યા. કેટલીક ઈમારતો પસાર થતાં ઓળખી. આવો સમૃધ્ધ વારસો કોલકોતાને મળ્યો એ વાતનું ગૌરવ લેવું કે ઈર્ષા કરવી?નેશનલ લાયબ્રેરીની વિશાળતા(લાયબ્રેરીનું સાચું સૌંદર્ય અંદર હોય), જબરજસ્ત સેન્ટ પોલ કેથેડ્રલ (અમે દૂરથી જ જોઈ શક્યાં), માર્બલ પેલેસ મેન્શન