The Priest - ભાગ - ૪

  • 3.7k
  • 1
  • 1.7k

ચારે જણા લાઈબ્રેરીનો નાનામાં નાનો ભાગ તપાસી રહ્યા હતા , કે જેથી રાઘવકુમારની શંકા મુજબ ક્યાંક કોઈ ખુફિયા દરવાજો મળી જાય . ઘણો સમય વીત્યો અને બધા નિરાશ થઈને બહાર નીકળવાની તૈયારી હતી ત્યાં પીટરનો અવાજ આવ્યો " સર...અહીંયા....આ તરફ......" બાકી ત્રણે પીટરના અવાજની તરફ દોડ્યા , પીટરે કૈક શોધી કાઢ્યું હતુ. રાઘવકુમાર આવી જતા એને આગળ કહ્યુ " સર , ફાધર લોરેન્સના કપડાનો ટુકડો ..." રાઘવકુમારે એ ટુકડો થોડો ખેંચ્યો તો ત્યાં બુકરેકમાં થોડુ હલનચલન થયુ પછી થોડુ જોર લગાવ્યુ ત્યાં એક મોટી તિરાડ થઈ ગઈ જ્યાં અંદર માત્ર અંધકાર દેખાતો હતો . રાઘવકુમા