"મિત્ર" ....️️"મિત્ર" શબ્દ સાંભળતાજ અનેક પ્રકારની હ્રદયમાં ઊર્મિઓની સરવાણીઓ ફૂટે છે.એ પછી સ્ત્રીને પુરુષ મિત્ર હોય કે પુરુષ ને સ્ત્રી મિત્ર હોય યા પુરુષ પુરુષ ને મિત્ર હોય કે પછી સ્ત્રી સ્ત્રીનો મિત્ર હોય!આપણે સ્ત્રી યા પુરુષ કોઈ ને કોઈ નો મિત્ર હોય જ છે.મિત્ર વગર તમને ઘડીકેય નહીં ગમે.મિત્ર શબ્દમાં એટલી તાકાત છે કે આ જગતમાં હું એકલો નથી.મિત્ર એટલે friend (ફ્રિ એન્ડ = જયાં મુક્ત મનનો એન્ડ એટલે મિત્ર)"સત્ય" મિત્ર હોય ત્યાં પરસ્પર ઉદારતા,સૌહાર્દપણું,એકાત્મતાનો એહસાસ,સુખ દુઃખનો ભગીદાર,મુશ્કેલીઓને સહજતાથી ઉઠાવનાર,અડગ અને મજબૂત મનોબળ ધરાવનાર ગમતો જીવતો જાગતો સતત પડખે ઉભો રહેનાર સહોદર કરતાં વધુ વહાલ કરનાર મિત્ર.જરુર પડે મિત્રની