કળિયુગની સ્ત્રી - ભાગ 9

(30)
  • 5.1k
  • 1
  • 2.6k

કળિયુગની સ્ત્રી ભાગ-9 અસલી નકલી ખુરશીમાં બંધાયેલો મન્સુર આછા પ્રકાશની રોશનીમાં સામે બેઠેલી વ્યક્તિને ઓળખવાની કોશિષ કરી રહ્યો હતો. બે મિનિટ પછી તરત મન્સુરને યાદ આવતા એ બોલી ઉઠ્યો હતો. "તમે દિવ્યાની મધર છોને?" મન્સુરે પૂછ્યું હતું. "વાહ મન્સુર, તારી યાદશક્તિ તો બહુ સારી છે. હવે જો તારે મારે શકંજામાંથી છૂટવું હોય અને ડ્રગના કેસમાં દસ વરસની સજા ભોગવવી ના હોય તો મારા બધાં સવાલનો સાચો જવાબ મને આપજે. એક પણ જવાબ ખોટો આપ્યો છે તો તારા વિરૂદ્ધ એવો કેસ તૈયાર કરીશ કે તને જામીન પણ નહિ મળે." નીના ગુપ્તાએ મન્સુર સામે જોઇ કહ્યું હતું. મન્સુર જોર જોરથી રડવા લાગ્યો