કળિયુગની સ્ત્રી - ભાગ 8

(27)
  • 5k
  • 1
  • 2.6k

કળિયુગની સ્ત્રી ભાગ - 8 દોસ્તી-દુશ્મની અદિતી આજે સવારે વહેલી ફેક્ટરી પહોંચી ગઇ હતી. આજે થનારી ઇવાના રઝોસ્કી સાથેની મીટીંગ માટે એ ખૂબ જ મનોમંથન કરી રહી હતી. મીટીંગમાં કંઇપણ ઊંધુચત્તુ ના થાય એના માટે દરેક પરિસ્થિતિ માટેનો વાર્તાલાપ એણે મનમાં વિચારી રાખ્યો હતો. અદિતી જ્યારે ફેક્ટરી પહોંચી ત્યારે સંગ્રામ ફેક્ટરી આવી ગયો હતો અને દીનુ સાથે ફેક્ટરીની વીઝીટ કરી ફેક્ટરીનું દરેક કામ સમજી રહ્યો હતો. અદિતી પોતાની કેબીનમાં બેસી એની કેબીનમાં લગાડેલા ટી.વી. સ્ક્રિન ઉપર સંગ્રામ અને દીનુને ફેક્ટરીમાં ફરતા જોઇ રહી હતી. બરાબર એ જ સમયે એના મોબાઇલની રીંગ વાગી હતી. "હલો, અદિતી. હું J.K. બોલું છું. સાડાબાર