પિયર - 6

(11)
  • 6.4k
  • 1
  • 3k

મચડાઈ ગયુ એક પતંગિયું નાજુક, એનાં સુંદર રંગોને કાજ, કચડાઈ ગયી એક કલી તાજી, એની મનમોહક સુગંધને કાજ, રડતી કકળતી ડરતી રહી એ, કાશ કોઈ આવે મદદે આજ, ના આવ્યું કોઈ કૃષ્ણ એની લાજ બચાવવા આજ, ફફડતી રહી એ પુરી તાકાત લગાવીને, ખુદનું શીયળ બચાવવા આજ. અવની, ક્યાં ખોવાઈ ગયી?? ચલ દવા ખાઈ લે, ને સુઈ જા, સવારે જલદી ઉઠવું છે મને, કાલે મારે મારા એક દોસ્ત સાથે બારગામ જવાનુ છે, તુ મારી બેગ પેક કરી દેજે. પાંચ છ દિવસ લાગશે એટલે તારુ ને ઘરનું ધ્યાન રાખજે. અવનીના જવાબની રાહ જોયા વગર જ સુરજ સૂઈ ગયો. અવની એને સૂતો જોતી