અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૨૨અપૂર્વની રજૂઆત સાંભળીને વિનય વિચારમાં પડી ગયો કે મારા ભાઈને આપેલ વચન મારે નિભાવવાનું છે તો હું કેવી રીતે અપૂર્વને હા પાડું? વળી ભાઈ ભાભીના ગુજરી ગયા બાદ હનીનું અમારા સિવાય અહીં અંગત કહેવાય એવું કોઈ નહીં. હું ખૂબ વિચાર કરીને જ જવાબ આપીશ..અપૂર્વને વિનયની ગડમથલ સમજાઈ જ ગઈ આથી એ બોલ્યો, "જો વિનય તું કોઈ પણ જાતની