પ્રતિશોધ ભાગ ૨૫ છેલ્લો . શું થઈ રહ્યું છે માવડી ની ઇચ્છાથી ? મંગળને જરા પણ અંદાજો નહોંતો એની સાથે શું થવાનું છે.મંગળને કોઈ જવાબ મળે એ પેહલા એમબ્યુલન્સ મેદાન માં દાખલ થઈ . જો રુખી તે વચન આપ્યું છે આ છોકરીને કોઈ નુકશાન થવું ના જોઈએ એટલું બોલતા પંડિતજી એ દરવાજો ખોલ્યો . ત્રણે ગાડીઓની લાઇટ ચાલુ હતી ને સામે મંગળ વચમાં ઉભો હતો.આત્મા શાંતીથી એમબ્યુંલન્સમાંથી ઉતરી ને મંગળ તરફ ગઈ મંગળને સામે જોઈ એ ખુશ થઈ. તુ આઈ ગયો મંગળ હું ક્યારનીય તારી વાટ જોતીતી . એમ કેમ જોવે સે ? મને ઓળખી નઈ હુ તારી રુખલી સું