પ્રેમ - નફરત - ૭

(46)
  • 8k
  • 3
  • 6k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૭ આરવને એક તરફ રચનાની નિખાલસતા ગમી હતી અને બીજી તરફ એનું બે વખતનું રહસ્યમય લાગે એવું વર્તન શંકા જન્માવતું હતું. આમ તો એણે બધા ખુલાસા કરી જ દીધા હતા. છતાં એના વિશે અંતિમ અભિપ્રાય બાંધવાની ઉતાવળ કરવા જેવી ન હતી. રચનાના વિચારોની સાથે મોબાઇલ અંગેના તેના જ્ઞાનથી એ પ્રભાવિત થયો હતો. તે માત્ર આઇ.ટી. ની જગ્યા માટે જ નહીં બીજી બાબતોમાં પણ ઉપયોગી સાબિત થાય એવી હતી. તે 'ઓલ ઇન વન મોબાઇલ' કંપની માટે ખરેખર 'ઓલ ઇન વન' કર્મચારી બની શકે એવી હતી. પરંતુ તેના વિશે પૂરતી તપાસ કર્યા પછી જ નોકરીએ રાખી