લવ બાઇટ્સપ્રકરણ-90 દેવરાજ ખૂબજ સંતાપ કરી રહેલો ખૂબ ગુસ્સામાં હતો એ પ્રસન્નલતા ને બધી વાતો યાદ કરીને કહી રહેલો. પ્રસનલતાએ કહ્યું ફતેસિંહે તમારી અને મારી માફી માંગી હતી આજે એ બધીજ કબૂલાત કરવા માંગુ છું બે બે જન્મથી મારાં જીવમાં હું મોટો બોજ લઇને ફરી રહી છું અને મને મારું કર્મ એ દુષ્કર્મ યાદ આવે છે હું ધ્રુજી ઉઠું છું દેવરાજ મેં પ્રેમ ફક્ત તમને કરેલો મદીરાનાં નશામાં મારાથી ભૂલ થઇ પણ મારી આંખમાં હૃદયમાં તમેજ હતાં શિકાર મહેલમાં હું તમનેજ ઝાંખી રહેલી ફતેસિહમાં હું તમારો ચહેરો જોતી હતી તમારાં વિરહમાં પાગલ હતી બીજી કબૂલાત ખૂબ કરવી છે પણ એ