સ્કેમ ૧૯૯૨

(14)
  • 4.5k
  • 1.7k

થોડા સમય પહેલાં કોઈની બાયોગ્રાફી બનાવવી હોય તો ઘણું કડાકૂટભર્યું કામ હતું. અઢી કે ત્રણ કલાકની ફિલ્મમાં કોઈનું પૂર્ણ જીવન કે મહત્વની ઘટના દર્શાવવી પડતી. વેબ સિરીઝે ઘણાબધા ડાયરેક્ટરોનું કામ આસાન કરી દીધું છે. હવે જે વાત અઢી કે ત્રણ કલાકમાં કહેતા હતા તે માટે સાત કે આઠ કલાકનો સમય મળે છે. રાષ્ટ્રીય અવોર્ડ વિનર ડાયરેક્ટર હંસલ મહેતાએ બનાવેલી સીરીઝ ૧૯૯૨ સ્કેમ એ વાર્તા છે હર્ષદ મહેતાના ચડતી અને પડતીની. તેનો આધાર સુચેતા દલાલ અને દેબાશીષ બસુ લિખિત પુસ્તક “ધ સ્કેમ.” શેરબજારના બિગબુલ ગણાતા હર્ષદ મહેતાને હીરો કે વિલન ગણવાને બદલે એક સામાન્ય માણસ ગણીને આપણે તેનું આકલન કરીએ.