હું લગભગ સોળ સત્તર વર્ષ નો હોઈશ ત્યારે કેટલીક વાર હું કોમ્પ્યુટર ક્લાસિસ ની જાહેરાત માટે સાહેબોની સાથે ગામો ગામ જાહેરાત માટે ફરતો હતો.તેમાં એક દિવસ અમારો રૂટ ઉપલેટા તાલુકાના ના અંતરિયાળ ગામડાનો હતો તેમાં બપોર સુધી અમે ઘણા ગામો રખડી કોમ્પ્યુટર ક્લાસિસ ના પેમ્પ્લેટ વેચ્યાં હતા અને પછી બપોરે જમી ને થોડો આરામ કરી અમે ફરી બપોર પછી પાછા પેમ્પલેટ નાખવા લાગ્યા હતા.ત્યારે આશરે ત્રણ સવા ત્રણ થવા આવ્યા હસે અમને સાહેબ દ્વાર કહેવામાં આવ્યું હતું કે પેમ્પ્લેટ દરેકને હાથ માંજ આપવાનું અને ખોટું વેસ્ટ માં જવું જોઈએ.એટલે હું અને મારા કાકા નો દિકરો મનસુખ જે મારા થી બે