વાર્તાકારની વાર્તા

  • 4.7k
  • 1
  • 1.7k

વાર્તાકારની વાર્તા"ભૂમિ...ઓ ભૂમિ. જરા ચા બનાવી આપને. આજે મારે જાગીને એક વાર્તા લખવી છે" કહીને મેં ટેબલ લેમ્પ ચાલુ કર્યો, ચશ્મા પહેર્યા, અને જેમ શૂરવીરને શોભે એવા શસ્ત્રોથી સજ્જ મેં કાગળ અને પેન ગોઠવીને મારી પત્નીને કહ્યુ."હા... બનાવી તો આપુ, પણ પહેલા મને વાર્તાનો વિષય કહેવો પડશે...પછી જ ચા મળશે" મારા ટેબલ પર ગોઠવાઈને ભૂમિ બોલી."વિષય...હાલ તો કાંઈ જ વિષય નથી મળ્યો, પણ થોડા ઘણાં વિચારો મગજમાં ફર્યા કરે છે. એટલે લાગે છે કે જરુર વિષય મળી જ રહેશે" કહીને મેં ભૂમિને રસોડા તરફ જવાનો પ્રેમભર્યો ઈશારો કર્યો."હા હવે...રવિ...તમે ક્યારેય મને વાર્તા વિષય કહો છો? તે વળી આજે કહેવાના! પણ