પ્રાયશ્ચિત પ્રકરણ 35કેતન શેઠ સાથે હોસ્પિટલ અંગેની ચર્ચા કર્યા પછી જયેશ ઝવેરી દોડતો થઇ ગયો હતો. સૌથી પહેલાં જામનગરના લોકલ ન્યુઝ પેપરમાં એણે પોતાને લેવાના સ્ટાફ અંગેની જાહેરાત આપી. બે ક્લાર્ક, એક એકાઉન્ટન્ટ અને એક સુપરવાઇઝર એમ ચાર લોકોની ભરતી કરવાની હતી. જાહેરાત વાંચીને લગભગ ૭૦ યુવક યુવતીઓ એ અરજી કરી હતી. બે દિવસ સુધી ઇન્ટરવ્યુ લઇને છેવટે ચાર જણાંની જયેશે પસંદગી કરી. આ ચાર જણાંમાં એકાઉન્ટન્ટ કમ કેશિયર તરીકે એક છોકરીની પસંદગી એણે કરી. જેણે એમબીએ ફાઇનાન્સ કર્યું હતું. રાજેશ દવેને હોસ્પિટલના તમામ કામની જવાબદારી સોંપી. હોસ્પિટલનું જે પણ રીનોવેશન થાય એનો પ્રોગ્રેસ એણે જોવાનો હતો. એ ઉપરાંત હોસ્પિટલ માટે જરૂરી જે