ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-37

(60)
  • 4.2k
  • 2
  • 2.2k

(એલ્વિસ અને કિઆરા દરિયાકિનારે ગયા,જ્યાં કિઆરાએ અહાનાની મદદવળે ખૂબજ સરસ ટેબલ સેટ કરાવ્યું હતું.કિઆરાએ પોતાના હાથે બનેલું ભોજન એલ્વિસને ખવડાવ્યું.આયાન,કિઆરા અને એલ્વિસની અનોખી દોસ્તીની શરૂઆત થઇ.કિઆરાએ બધું કેવીરીતે કર્યું તે કહ્યું.તેટલાંમાં વિન્સેન્ટ આવ્યો જેને જોઇ કિઆરા તોફાની હાસ્ય રેલાવવા લાગી.) વિન્સેન્ટ કિઆરા અને એલ્વિસને આમ એકસાથે જોઇને ખૂબજ ખુશ થયો પણ બીજી જ ક્ષણે કિઆરાને અને તેના હાવભાવ જોઈને તેને શંકા ગઈ. "તું મને આમ કેમ જોઇ રહી છે?મને ડર લાગી રહ્યો છે.એલ્વિસ,આ કેમ જોવે છે?"ડરેલા વિન્સેન્ટે પુછ્યું. "વિન્સેન્ટ,તું તો હવે ગયો."આટલું કહીને કિઆરા વિન્સેન્ટ તરફ ભાગી. "ભાગ વિન્સેન્ટ ભાગ."એલ્વિસ ચિસ પાડીને બોલ્યો. વિન્સેન્ટ ભાગ્યો પણ કિઆરાએ તેના સ્વભાવ વિરુદ્ધ