ધારા : છોકરો ગમે તેટલો સારો હોય.હું હમણાં લગ્ન નથી કરવાની.પરંપરા : મને ખબર છે ધરું.ધારા : તો તે સમજાવ્યા કેમ નહી??પરંપરા : મે મમ્મી સાથે ચોખ્ખી વાત કરી ધરું.પપ્પા ઈચ્છે છે કે તું એક વાર છોકરાને મળી લે.ધારા : પછી તમે બધા મને સગાઈ કરવા માટે મનાવી લેશો.તે ખુરશી પર બેસતા કહે છે.પરંપરા : નહી મનાવીએ.મે મમ્મી ને કીધું જો છોકરો જોઈ ને ધરું ના પાડે તો હું તેનો સાથ આપીશ.અને મમ્મી એ પણ હા કહી છે.તે પણ તારી સાઈડ લેશે.ધારા : છોકરો જોયા પછી ને.મારે છોકરો જોવો જ નથી.મે હજી એક વર્ષ તો માગ્યું છે ખાલી.જે છોકરો બતાવવો