“ તું એની ફિકર ન કર. હું કહીશ કે પર્લને સિઝલર – બિઝલર ભાવતું નથી...એટલે તેને નથી આવવું.” માલિનીબેને ઠાવકાઈથી કહ્યું“"તને શું લાગે છે? તું આમ કહીશ અને શાલુમાસી માની જશે?” વિનીતે ફોળ પાડ્યો. “તો શું કહીશું બીજું? તારે એને સચ્ચાઇ બતાવવી છે?” માલિની બેન વિનીત પર ઉકળ્યાં. “એ જ ઠીક રહેશે.” માધવદાસે પણ સંમતિ આપી. સાંજના સાત વાગ્યા હતા. શાલુ ન્હાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ હતી. અંતરાએ ઘર માટે મેથીના થેપલાં બનાવી લીધાં હતાં. “અંતરા ચાલ હવે...તારું રસોડા-પુરાણ પત્યું હોય તો પર્લને તૈયાર કર અને તમે બંને પણ તૈયાર થઈ જાવ.” શાલુમાસી બોલી. “બસ માસી, હું તૈયાર થવા જ