કળિયુગની સ્ત્રી ભાગ-7 શેરને માથે સવા શેર સાંજના પાંચ વાગ્યાના સુમારે સંગ્રામની જીપ અદિતીની ફેક્ટરીમાં દાખલ થઇ હતી. સંગ્રામ છથી સાડા છ ફૂટ હાઇટ ધરાવતો ઊંચો કદાવર માણસ હતો. કસરતથી કસાયેલું શરીર એક સાથે દસ પંદર જણને ભોંય ભેગા કરવા માટે કાફી હતું. મોટી આંખો, વધારેલી મોટી દાઢી અને કપાળ પર કાળું તિલક કર્યું હતું.. પહેલી જ નજરે જોતાં કોઇ નાનો છોકરો પણ કહી શકે કે સંગ્રામ કોઇ ડાકુ જેવો માણસ છે. સંગ્રામ જન્મથી જ અનાથ હતો. એને એટલે જ તો જુલ્મની દુનિયામાં એને પગ પેસારો કરવો પડ્યો હતો. પરંતુ સંગ્રામ કોઇ બીજી જ માટીનો બનેલો માણ હતો, કારણકે