કળિયુગની સ્ત્રી - ભાગ 5

(29)
  • 5.1k
  • 2
  • 2.9k

કળિયુગની સ્ત્રી ભાગ-5 હિંમતની જ મળે કિંમત "હું આજે બપોરે ચેન્નઇ જવા માટે લક્ઝરી બસમાં નીકળી જવાનો છું." સવારે નાસ્તાના ટેબલ પર અદિતીના પિતાએ અદિતીને કહ્યું હતું. "હજી કાલે તો આવ્યા છો. બે દિવસ વધુ રોકાઇ જાઓને." અદિતીએ બ્રેડનો ટુકડો મોઢામાં મુકતા કહ્યું હતું. "હજી અહીં બે દિવસ વધારે રહીશ તો ઇમાનદારી અને બેઇમાનીની ચર્ચા ઉગ્રતા પકડશે. એના કરતા ચેન્નઇ જઇ શાંતિથી ઘરના એકાંતમાં બેસીને હું વિચારીશ કે મારા જેવા ઇમાનદારીના ઝાડ ઉપર તારા જેવું બેઇમાનીનું ફળ કઇ રીતે ઉગ્યું?" નંદકિશોર શર્માએ અદિતીને ચાપખો મારતા કહ્યું હતું. શાંતિથી કોફી પી રહેલી અદિતીને આ ચાપખો દિલમાં અંદર સુધી વાગ્યો હતો