નિવૃત્તિનો આનંદ

  • 4.4k
  • 1
  • 1.8k

માણસ નિવૃત્ત નહીં થાય ત્યાં સુધી ફરજિયાત કરવી પડે એવી પ્રવૃત્તિઓનો ગુલામ હોય છે. અગિયારથી પાંચની સિસ્ટમ માણસની યુવાનીનાં શ્રેષ્ઠ વર્ષો ખાઈ જાય છે. શ્રાવણ મહિનામાં પવન શોર મચાવતો હોય, વર્ષાબિંદુઓનું નર્તન મનને લોભાવતું હોય, થોડાક મહિનાઓ પર જ લગ્નથી જોડાઈને ઘરે આવેલી પત્ની સાથે ટપકતાં વૃક્ષો નીચે પલળવાની મજા માણવા નીકળી પડવાની ઇચ્છા જાગે છે પરંતુ અફસોસ… અગિયારના ટકોરે ઓફિસમાં પહોંચવું પડે છે. શ્રાવણને માણી શકતો નથી, પત્ની એકલી એકલી ઘરમાં બેસીને હૈયાવરાળ ઠાલવે છે. ‘તેરી દો ટકિયાં કી નૌકરી મેં, મેરા લાખોં કા સાવન જાયે!’ માણસની નિવૃત્તિ વય પંચાવન વર્ષે હોવી જોઈએ એવું હું હૃદયપૂર્વક સમજું છું, આમ કરવાના