સુરસિંહ નામનો એક પ્રભાવશાળી અને હોંશિયાર રાજા હતો જેટલો પ્રભાવશાળી તે હતો તેટલો જ ગુસ્સાવાળો પણ ખરો. પોતાના રાજ્યમાં તેનું ભારે માન અને રાજદરબારમાં પણ તેની એક બૂમ પડે એટલે પ્રધાનમંડળ સતર્ક થઈ જાય. દરરોજ સવારે તેને મસાજ કરી આપવા માટે તેમજ દાઢી કરી આપવા માટે રાજુ નામનો એક વાળંદ સમયસર હાજર થઈ જાય. રાજાને તે દરરોજ માથામાં માલિશ કરી આપવી, દાઢી કરી આપી સુંદર રીતે તૈયાર કરી આપીને પછી જ પોતાના ઘરે જતો, તેના આ કામના વળતર રૂપે રજા તેને દરરોજ એક સોનામહોર પણ આપતાં. રાજુ પરમાત્માને ખૂબ માને અને રાજાને ત્યાં જતાં પહેલાં દરરોજ યોગ દ્વારા પરમાત્માને યાદ