પ્રતિશોધ ભાગ ૧૯ "મંગળ તો ગામમાં નથી સાહેબ એ તો દસ બાર દિવસ થયા શહેર ખરીદી કરવા ગયો છે " મુખીના મોઢે આ શબ્દો સાંભળતા જ બધા ને આધાત લાગ્યો. " મંગળ ગામમાં નથી ? ક્યા શહેરમાં છે ? આટલા બધા દિવસ કઈ ખરીદી કરે છે ? ક્યારે આવશે ? " જાડેજા અકળાયા ને સવાલોનો વરસાદ મુખી પર કર્યો ." અરે સાહેબ એ તો મન નો રાજા છે એનું કોઈ ઠેકાણું નહીં . કુંવારો છે મા બાપ કોઈ નથી માથે કોઈ જવાબદારી નથી . ક્યારેક અમદાવાદ તો ક્યારે મુંબઈ તો ક્યારે દિલ્લી ગમે ત્યારે આવે ને ગમે ત્યારે જાય . કોલે પણ