પ્રાયશ્ચિત - 33

(99)
  • 9.8k
  • 3
  • 8.4k

પ્રાયશ્ચિત પ્રકરણ 33બીજા દિવસે કેતનને મનમાં એક વિચાર આવ્યો અને એણે તરત જ એના મેનેજર જયેશ ઝવેરીને ફોન કર્યો. " જયેશભાઈ તમે આજે હોસ્પિટલમાં ચક્કર મારો અને જેટલા પણ ડોક્ટરો આપણી હૉસ્પિટલમાં સેવાઓ આપતા હતા તે બધાને ફોન કરી આવતીકાલે હોસ્પિટલમાં જ મારી સાથે મિટિંગ ગોઠવો. " " ભલે શેઠ. ૮ ડોક્ટર્સ વીઝીટીંગ છે અને બે ડોક્ટર રેસિડેન્ટ છે જે અનુક્રમે દિવસે અને રાત્રે સેવા આપે છે. હું આજે જ આ તમામને જણાવી દઉં છું અને કાલે મીટીંગ પણ ગોઠવી દઉં છું. " જયેશે કહ્યું. અને બીજા દિવસે સવારે ૧૦ વાગ્યે હોસ્પિટલમાં મીટીંગ ગોઠવાઈ. બધા ડોક્ટરો હાજર હતા અને કેતન પણ સમયસર પહોંચી