એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૧

  • 4.9k
  • 2.5k

નિત્યાના મમ્મી-પપ્પા ઉભા થયા અને ખુરશી પાસે જઈને બે મિનિટ તો એ જ નક્કી કરવામાં પસાર કરી કે, ખુરશીમાં કોણ બેસશે.આ જોઈને પંકજકુમાર ઉભા થઈને ડાઇનિંગ ટેબલ પાસેથી બીજી ખુરશી લાવ્યા અને કહ્યું,"નો ટેન્શન વ્હેન આઇ એમ હિઅર,શાંતિથી બેસો અને સ્ટાર્ટ કરો" બંને બેસ્યા.બધા એમની સામે જોઈ રહ્યા હતા અને મનમાં વિચારી રહ્યા હતા કે આ બંને એક સાથે કેમ ગયા છે?,અને શું બોલવાના હશે? દેવ ઉભો થયો અને બોલ્યો,"અંકલ-આંટી,હું તમને એક સજેશન આપું" "હા,બોલ"નિત્યાના મમ્મી-પપ્પા દેવની તરફ જોતા કહ્યું. "તમે એક સોન્ગ ગાઓ નિત્યા માટે" "હા,કદાચ એવું જ કંઈક કરવાના છીએ,પણ કયું એ સમજમાં નઈ આવતું" "હું કહું તમને?"